આપણા પૂર્વજોએ ગામડામાં જીવેલું આ જીવન આજે કરોડો દેતા પણ ન મળે – આવું હતું આજથી એક સદી પહેલાનું ગામડિયું જીવન

આજે દરેક લોકો શહેરમાં રહેવાનું પસંદ કરે છે, જ્યારે અમુક લોકોને ગામડામાં રહેવું હોય તેમ છતાં પોતાના કરિયર માટે શહેરમાં આવવું પડે છે. પરંતુ મિત્રો ગામડાના સંસ્કારો અને ગામડાનું જીવન એક અલગ જ વાત છે. ભલે આજે તમને સ્માર્ટ ફોનનાં જમાનામાં ફિલ્મો અને ગેમ રમીને રાજી હોય પરંતુ એકવખત તમે વાંચી લેશો કે પહેલાના જમાનામાં ગામડાનું જીવન કેવું હતું તો તમને પણ આ સોશિયલ મીડિયા સાઈડમાં રાખીને ગામડાનું જીવન જીવવાની ઈચ્છા થઇ જશે.

Saurashtra Village Lifestyle
આપણા પૂર્વજોએ ગામડામાં જીવેલું આ જીવન આજે કરોડો દેતા પણ ન મળે – આવું હતું આજથી એક સદી પહેલાનું ગામડિયું જીવન
આપણા પૂર્વજોએ ગામડામાં જીવેલું આ જીવન આજે કરોડો દેતા પણ ન મળે – આવું હતું આજથી એક સદી પહેલાનું ગામડિયું જીવન

હવેના માણસો આવું જીવન જીવી શકે નહિ, જો કે હજુ ઘણા ગામડામાં સિમ્પલ લાઈફ જીવાઈ રહી છે. હજુ પણ ગીરના અમુક ગામડાઓમાં આવું દેશી જીવન જીવાઈ રહ્યું છે. પરંતુ આજથી અંદાજે સો-સવાસો વર્ષ પહેલા ગામડામાં જે જીવન હતું તે હવે માત્ર એક સપનું જ બની રહેશે. તમારામાંથી જે મિત્રો ગામડામાં રહે છે અથવા ગામડામાં મોટા થયા છે તે લોકોએ આ વાતો કદાચ તેના દાદા-દાદી અને વડીલો પાશેથી સાંભળી હશે. તો ચાલો જોઈએ આજથી સો-સવાસો વર્ષ પહેલા કેવું હતું ગામડાનું જીવન…

1 આજના સમયમાં લોકોની સવાર 9 10 વાગે થતી હોય છે પરંતુ તે સમયે ગામડામાં 4 થી 5 વાગે બધાની સવાર પડી ગઈ હોય છે. એટલું જ નહિ ઘરમાં જો કોઈ નાના બાળકો પણ હોય તો એ પણ 5 વાગામાં ઉઠી જતા અને રમતો ચાલુ કરી દેતા. તેમજ મહિલાઓ વહેલી સવારે ઉઠીને દરણા દળવા લાગતી. કેમ કે ત્યારે ઘરઘંટી ન હતી, હાથથી જ દળવું પડતું. દળણાની સાથે સાથે સ્ત્રીઓ ગીતો પણ ગાતી.

Indian Village Lifestyle | ગામડિયું જીવન
Indian Village Lifestyle

2 એ સમયે વહેલી સવાર એટલે કે 5 વાગે ગામડામાં અલગ અલગ પક્ષીઓનો કલરવ સાંભળવા મળતો અને તે સમયનું આલારામ પણ તે જ હતું. વહેલી સવારે લોકો પોતાની ગાયો અને ભેંસો દોવા વળગી જતા. તેમજ આજસુધી બધાને ગમે છે તેવો “ઘમ્મર વાલોણા” નો અવાજ પણ સવાર સવારમાં સંભાળવા મળતો.

3 સવારે દિવસ ઉગ્યા પહેલા સીરામણ પણ થઇ જતા, સીરામણમાં દૂધ-દહીં, ઘી ગોળ લેવામાં આવતું. હજુ તો સુરજ ઉગવાની તૈયારી કરતો હોય ત્યાં એકબાજુ ગાડાઓ જોડાતા હોય અને વાડીએ જવાની તૈયારીઓ થતી હોય.

4 સવાર સવારમાં રામજી મંદિરની પૂજા થાય અને બધા ડોસાઓ સીરામણ કરીને મંદિરે પણ પહોંચી ગયા હોય. ભગવાનની આરતી લઈને ત્યાં જ બેઠક જમાવીને બેસતા.

બધા લોકો પોતાની ગાયો ગામના પાદરે ગૌશાળામાં મુકવા જાય અને ગોવાળ તે ગાયો ચારવા માટે જંગલમાં જાય. ધીરે ધીરે દિવસની શરૂઆત થતી હોય અને ગામની બહેન-દીકરીઓ પાણી ભરવા માટે કુવે જાય અને અમુક સ્ત્રીઓ ભાત લઈને વાડીએ જવા નોકળે. આ દ્રશ્ય તમે વિચારો તો પણ ગામડાની એક ઝલક યાદ આવી જાય.

કાઠીયાવાડી ભોજન - બાજરાના રોટલા, છાસ, ડુંગળી, ગોળ - શુદ્ધ ભોજન - Kathiyawadi Bhojan
કાઠીયાવાડી ભોજન – બાજરાના રોટલા, છાસ, ડુંગળી, ગોળ – શુદ્ધ ભોજન

5 સવારમાંથી બપોરનો સમય થતો જાય અને નવરા ડોસાઓ આરામ કરવા માટે લીમડાનાં ઝાડવા નીચે ખાટ્લા ઢાળીને બેસે, ત્યાં બાળકો પણ રમતા હોય. જો કે મોટાભાગના બાળકો તો ગામના પાદરે જ હોય છે જ્યાં દરેક પ્રકારની રમતો પણ રમવામાં આવે. ગામના પાદર પાશેથી નદી વહેતી હોય અને તેમાં છોકરાઓ કુદકા મારતા હોય.

6 આમ કરતા કરતા બપોર વીતી જાત અને ધીરે ધીરે સાંજ પાડવા આવે એટલે ગોવાળ સૌ ગામ લોકોની ગાયો લઈને પાછો આવે, અને ગાયો પોતાની રીતે જ માલિકના ઘરે પહોંચી જતી. ખખેડૂતો પણ સાંજનો સમય થાય એટલે ઘરે પાછા વળતા. બરોબર સંધ્યાટાણું થાય અને તે દ્રશ્ય જોવા જેવો હોય. દિવસ આથમે એટલે તરત જ રામજી મંદિર (ચોરાની) આરતી ચાલુ થઇ જાય. બાળકો અને વૃદ્ધો આરતી લેવા મંદિરે પહોંચે. ત્યાર સમયમાં લોકોનો એક નિયમ હતો કે સાંજે રામજી મંદિરની પૂજા થાય પછી જ વારુ પાણી લેવાના.

7 તેથી આરતી પૂરી થાય એટલે બધાના ઘરમાં “વાળુપાણી” થાય, આખો પરિવાર એકસાથે મળીને જ વાળુ કરતો. તે સમયમાં જે સંપ હતી તે આજે ક્યાય જોવા મળતો નથી. હા ક્યારેક ઝગડો થતો પરંતુ વડીલો સમાધાન કરી દેતા. મહિલાઓ વાળુ કરીને મંદિરે ગીત ગાવા જાય અને સુખ દુખની વાતો કરે. ત્યારે સુવાની લીમીટ 10 સુધીની હતી, એટલે દાદા દાદી નાના નાના બોલકાઓને વાર્તાઓ સંભળાવીને સુવડાવી દેતા.

આજના સમયમાં મોબાઈલ ફોન પણ છે અને બધી સુવિધાઓ પણ છે પરંતુ તે સમય જેવી શાંતિ કે સુખ ક્યાય નથી, અને હા આ પીઝામાં દહીં અને ઘી જેવી એનર્જી થોડી આવે? તે સમયમાં મહેનત પણ એટલી હતી અને જમવાનું પણ એટલું જ સારું હતું, દુખ, દહીં, છાછ, ઘી દરેક વસ્તુ ઘરે જ બનાવિલી પ્યોર હતી, એટલે જ ત્યારના લોકો 100 વર્ષ સુધી તો બીમાર પણ ન પડતા.

મિત્રો ગામડા વિશે જેટલું લખીએ એટલું ઓછું જ છે કેમ કે આજના સમય કરતા એ સમયનું જીવન ખુબ જ અનમોલ હતું તેથી જ તો ગામડાના ભાભલાઓ સો-સો વર્ષ જીવી જતા. ગામડા વિશે આટલું લખીને ગામડાની યાદ આવી ગઈ. કોઈ કવિએ પણ ગામડા વિશે સરસ લખ્યું છે,

મિત્રો જો તમે પણ ગામડામાં મોટા થયા હોય અથવા હાલમાં પણ ગામડામાં રહેતા હોય તો શેર અચૂક કરજો અને તમારા મિત્રોને પણ ગામડાની એક યાદ અપાવજો…